Mukti male ke na male | Swadhyay bhavgeet Gujarati Ma | Swadhyay Pariwar

3 years ago
9

મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet

મારે ભક્તિ તમારી કરવી છે....

મુક્તિ મળે કે ના મળે,
મારે ભક્તિ તમારી કરવી છે,
મેવા મળે કે ના મળે,
મારે સેવા તમારી કરવી છે....(૧)

-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....

મારો કંઠ મધુરો ન હોય ભલે,
મારો સૂર બેસુરો હોય ભલે,
શબ્દો મળે કે ના મળે,
મારે કવિતા તમારી કરવી છે....(૨)

-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....

હું પંથ તમારો છોડું નહી,
ને દૂર-દૂર ક્યાંયે દોડું નહી,
પુણ્ય મળે કે ના મળે,
મારે પૂજા તમારી કરવી છે....(3)

-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....

આવે જીવન માં તડકા છાયાં,
સુખ દુઃખના પડે ત્યાં પડછાયા,
કાયા રહે કે ના રહે,
મારે માયા તમારી કરવી છે....(૪)

-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....

જયારે અંત સમય મારો આવે પ્રભુ,
તમ રેહજો આ નેનો ની આગે પ્રભુ,
શરણે તમારે આવીને મારે મુક્તિ આ જીવ ની કરવી...(૫)

-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....

#Muktimalekenamale #swadhyayparivarbhavgeet #new

Loading comments...