Bhav Vandana Program - Surat I Swadhyay Parivar

3 years ago
5

▶ 4 લાખ કોળી પટેલ સ્વાધ્યાયીઓની ભાવવંદના,સુરત I Swadhyay Parivar

➦ ઘરે ઘર કોળી પટેલ જાગ્યા ગીત સાથે દાદા અને દીદીને 4 લાખ સ્વાધ્યાયીઓની ભાવવંદના
સ્વકર્મ, સ્વખર્ચ, સ્વશિસ્ત, સ્વચ્છતા અને સંધ્યાનાં સંકલ્પ સાથે 4 લાખ લોકોની તેજ મિદમ્ વંદના, અઢી વર્ષ બાદ 4 લાખનો સંકલ્પ પૂર્ણ થયો.
સ્વાધ્યાય પરિવારના બ્રહ્મલીન પૂ.પાંડુરંગ દાદાના જન્મશતાબ્દી પૂર્ણ થતાં દાદા અને હાલમાં સંચલન કરતા પૂ.જયશ્રીદીદીને દક્ષિણ ગુજરાતના કોળી સમાજે ભાવવંદના કરી હતી. ગુરૂવારે વેસુના બી.જી.બી. મેદાન પર મશાલ આરતી સાથે ભાવવંદના કરી હતી. સમારોહનો પ્રારંભ ઘરે ઘરે કોળી પટેલ જાગ્યાથી કરાયો આ પ્રસંગે વ્યાસપીઠ પર બિરાજમાન દીદી પણ ઝૂમી ઉઠ્યાં હતાં.

સન 2017માં જુલાઈની 12 તારીખે સ્વાધ્યાય પરિવારના પૂ. જયશ્રીદીદીએ તેજ મિદં સંકલ્પ લીધો હતો, જે ગુરૂવારે દક્ષિણ ગુજરાતના કોળીસમાજે પૂર્ણ કર્યો. આ સાથે પરિવારના પૂ. પાંડુરંગદાદાના જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. આથી કોળીસમાજના સંકલ્પ નિમિત્તે પૂ.જયશ્રીદીદી ગુરૂવારે સુરત આવ્યા હતા.

કોળી, મેર, ચૌધરી, ખારવા અને ટંડેલ આ પાંચ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ અને દરિયાકિનારાના ગામોમાં મચ્છીમારી પર જીવન જીવતા હતા. આ છેવાડાના સમાજોમાં અધ્યાત્મની લહેર ફેલાવવા દાદાએ સ્વાધ્યાયની કેડી કંડારી હતી. 1992માં દાદાના પ્રથમ આગમને દુષણોથી ખદબદતા સમાજોમાં તેજની ચિનગારી પ્રગટાવી. આ ભોળી પ્રજા ખાસ કરીને દારૂ અને ખોટા વિચારોમાં રાચતા હતા. તેમાં સુધારામાં ગામે ગામ ફરતી ભાવફેરી અને ઘરમંદિરનો મોટો ફાળો છે. આજે દાદાજીના પ્રતાપે આ પાંચે સમાજના લોકો ત્રિકાળસંધ્યા કરી રહ્યાં છે, જેમાં દરિયાકિનારે વસતાં ગામોના લોકોને સાગરપુત્રો તરીકે ઓળખાય છે. દાદાને કારણે આજે 6 લાખ પરિવારોના 5 લાખ જેટલાં લોકોમાં પરિવર્તન આવ્યું છે.-રવિ ડાવરિયા
દીદી દાદાના કાર્યને આગળ ધપારી રહ્યા છે,મારા મોટાભાઈ જગદીશભાઈ મુંબઈમાં દાદાના પરિચિત હતા. જેથી હું દાદાના સાંનિધ્યમાં આવી. 1972માં સુરત આવી અને મારા ઘરે સ્વાધ્યાયનો પ્રારંભ દાદાના આદેશથી કરેલો. ધીમે ધીમે માણસો વધતાં ગયા અને નાણવટની વિઠ્ઠલવાડી અને અઠવાગેટ વનિતાવિશ્રામમાં એકહજાર લોકો સ્વાધ્યાયમાં જોડાયા હતા. ત્યારે દાદા નાનપુરા મારા ઘરે રોકાતા. આ સમયે 1975માં જેરામભાઈનો પરિચય થયો. તેમણે બધાએ રત્નકલાકાકર સંચલન કર્યું. દાદા કહેતા કે જેમણે ગીતા પર સત્સંગ સાંભળવો હોય તેમણે સ્વાધ્યાયમાં આવવું. તેમણે કોઈને પણ ક્યારેય કોઈપણ વસ્તુ છોડવા દબાણ નથી કર્યું. આજે દીદી દાદાના કાર્યને ખૂબ આગળ ધપાવી રહ્યાં છે. -ડૉ. ઇન્દિરાબેન શાહ, સુરતના પ્રથમ સ્વાધ્યાયી
દાદા-દીદીને વંદન... દાદાજીની જન્મજયંતિના 100માં વર્ષે દીદીના સંકલ્પને પૂર્ણ કર્યો
કોળી સમાજનો પૂંજ અમારો. સંબંધ અમારો, પરંતુ અમને તેજ દાદાએ આપ્યું છે. આજે દીદી પધાર્યા તે અમારા માટે મહાન પર્વ છે. અઢી વર્ષના દીદીના તેજ મિદમ્ સંકલ્પને ચાર લાખથી વધુ લોકોને સંધ્યા શીખવી પૂર્ણ કરાયો છે. દાદા અને દીદીને કારણે આજે દારૂ પીતો સમાજ ત્રિકાળસંધ્યા કરતો થયો છે. માંધાંતાના વંશજ કોળી પટેલો ફળ ગયું અને મૂળ પણ ભુલી ગયા. વટ, વચન અને વેર માટે બધુ હોમી દેવા લાગ્યા. ઉમરગામમાં દાદાજીનો કાર્યક્રમ થયો અને અમારામાં બદલાવ શરૂ થયો. અમને દાદાએ સમજાવ્યું કે ભગવાન અમારી સાથે છે. દાદાજીની જન્મજયંતિના 100માં વર્ષે દીદીના સંકલ્પને પૂર્ણ કર્યો છે. તેની સાથે અમારી વેડફાતી યુવાનીને નવી દિશા મળી છે. યુવા કેન્દ્રોમાં યુવાનોના અંગનો રંગ બદલાઈ રહ્યો છે. જુદુ શિક્ષણ, જુદા વિચાર અને જુદુ સાંભળવાવાળાને બધાને એક છત હેઠળ લાવ્યા. આથી અમને ઐક્ય લાગે છે. આજે 1500 જેટલાં ગામોમાં આ કાર્ય ચાલી રહ્યું છે. જેથી દાદા અને દીદી માટે મશાલ આરતી અને ચાર લાખ મીણબત્તીઓથી વંદના કરી હતી.
#bhavvandana #program #jayshreetalwalkar #surat

Loading comments...