Chalo jaini layiye I Swadhyay pariwar gujarati bhavgeet

3 years ago
7

ચાલો જાણી લઇએ !

થવા કૃતજ્ઞી , ત્રિકાળ - સંધ્યા , ચાલો જાણી લઇએ ,
પ્રભુ - સ્પર્શના સ્પંદન માંહ્યલી , મધુરપ માણી લઈએ !

રોજ સવારે ચેતન અર્પી, આવી કોણ જગાડે ?
ભૂલાયેલું યાદ કરાવી , દિનભર કોણ રમાડે ?
કોણ જલાવે દીપ નયનના , ચાલો જાણી લઈએ !
... પ્રભુ.

રોમ - રોમમાં રક્ત સ્વરૂપે , શક્તિ કોણ વહાવે ?
હૈયામાં રણઝણતી હરદમ , સિતાર કોણ બજાવે ?
કાયાની નગરીનો રાજા , ચાલો જાણી લઈએ !
... પ્રભુ.

સાંજ પડે ને શાંતિ ઝંખે , વ્યાકુળ મનની પાંખો ,
જીવનનો વ્યવહાર વિસારી , ઢળવા ચાહે આંખો ;
કોણ મસ્તકે કર પસવારે , ચાલો જાણી લઇએ !
... પ્રભુ .

‘ પાંડુરંગે ” પ્રભુ - મિલનની , ચાવી શોધી આપી ,
વેદ – વિચારે ગૂંથેલી , જીવનની સમજણ આપી ;
‘ પાંડુરંગ ' પિછાણે એને , ચાલો જાણી લઇએ !

... પ્રભુ .

ચાલો જાણી લઈએ I Chalo jaini layiye I Swadhyay pariwar gujarati bhavgeet

Song: ચાલો જાણી લઇએ!
Artist: Jignesh Gondaliya
( રાગઃ હે યોગેશ્વર ! મંગલ પર્વે આટલું માગું તવથી )

#chalojanilayiye #swadhyaybhavgeet #gujaratima

Loading comments...