Kapilabahen's message to all Swadhyayi brothers and sisters | Swadhyay Parivar | New jersey

3 years ago
2

આપણા સ્વાધ્યાયી કપિલાબહેન કે જેઓ ન્યૂજર્સી માં રહે છે તેમનો બધા જ સ્વાધ્યાયી ભાઈઓ-બહેનો ને સંદેશ.

હેલો ફ્રેંડ્સ...

સહુને મારા પ્રણામ (નમષ્કાર ),મારુ નામ કપિલા છે,હું ન્યૂજુર્સી માં રહું છું,ખાસ એટલા માટે હું મારો વીડિઓ આપ સમક્ષ મુકું છુ, કારણ હું પણ COVID-19 એટલે કે કોરોના વાયરસ ની શિકાર છુ ,મારા અનુભવ પ્રમાણે કોઈને પણ આવું થાય તો ગભરાવી જરૂર નથી પણ હા, તેનો મતલબ એ નથી કે કેર-લેસ રહેવું કારણ જાગૃતિ ના રાખો તો આ રોગ ભયંકર માં ભયંકર છે અને જીવલેણ પણ બની શકે છે તો તેના માટે પ્રકોશન તો લેવા જ પડે અને ડોક્ટર ની સલાહ પણ લેવી પડે અને strikly-corontain (અળગાપણું) માં એટલે કે isolation માં રેવું પડે જેથી બીજાને પાસ ઓન ના થાય(ફેલાય નહિ) ,મેં આ રોગ સામે લડવા ખુબ જ હલકું ગરમ પાણી પીધું,વીટામિન સી લીધા,મોસંબી ખાધી,ગરમ હળદર વાળું આદુ ,મરી,લીંબુ અને મધ માંથી બનાવેલો ઉકાળો સવાર સાંજ પીધો બાકી આ મહા રોગ ની કોઈ જ દવા કે ગોળી નથી,હા મારી પાસે ગોળી હતી અને તે એટલે વેદ-ઉપનિષદ ને ગીતા ની ! મારી આ ભયંકર બીમારી માં મારા આપ્તજનો પણ મારી પાસે ના હતા નિ: સંદેહ મારા પરિવારે મારી પુરી કાળજી લીધી હતી અને કરે છે મને મારો દીકરો હજુ આજની તરીખ માં પણ ગ્લોજ અને માસ્ક પહેરીને મને મારુ જમવાનું અને જોયતી વસ્તુ મને મારા રૂમ માં આપી જાય છે ને સતત કહેતો રહે છે (if you short of breath,mom call us or dial 911 )પણ મારુ કહેવાનું એ કે બધા મારી સાથે છે અને રહ્યાં પણ કોઈ મારી સાથે મારી નજીક રહી શક્યું નહી ,હજુ આજે પણ એક વાત તો હું છાતી ઠોકી ને કહી શકું કે આ ભયંકર પરિસ્થિતિ માં પણ ફક્ત ને ફક્ત ભગવાન મારી અંદર રહી વગર માસ્ક ને વગર ગ્લોવ્સ પહેર્યા વગર મારા માટે સતત યુદ્ધ કરતા રહ્યા અને રાત દિવસ એક પણ ક્ષણ મને તેનાથી અળગી નથી કરી અને સતત આ મહાયુદ્ધ માં પણ તેના પ્રેમ નો ધોધ એ વરસાવતા રહ્યાં... બસ વરસાવતા રહ્યા.. અને મારી અંદર રહી મારી સંભાળ લેતા રહ્યા અને મને 101 % વિશ્વાસ હતો અને છે કે આ યુદ્ધ હું જીતી છુ આજે તો તેની પાછળ (unseen)અદ્રશ્ય ઈશ્વર નો આ મોટો હાથ હતો, ''પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે'' એટલે કે ''દાદાજી'' એ જે ત્રિકાળ સંધ્યા થકી જે ભગવાન ની અનુભૂતિ આપી તેતો હતી જ પણ આજે મને પ્રત્યક્ષ થઈ રહી છે કે હા, પ્રભુ જ મારી સાથે આ પરીસ્થીમાં પણ મારી નજીક માં નજીક હતો અને છે જ અને રહે છે , આ સાથે આગળ ની પંક્તિ પણ ઘણું બધું કહી જાય છે ને યાદ આપી જાય છે કે ''સ્વાર્થી વિશ્વ સકલ આ પ્રભુ તુજ સખા સાચો'' ,ભગવાન નિસ્વાર્થ ભાવે આપણે અંદર રહી આપણ ને ચલાવતો રહ્યો છે અને બદલ માં કશુંજ માંગતો નથી, થૅન્ક યુ(thank you) ની પણ આશા કરતો નથી આજ હું આપણી સાથે કરવા માંગતી હતી આજે હું આપ સહુ માટે પ્રાર્થના કરું છું અને એટલું જ કેહવા માંગુ છુ કે બધાજ corontain માં એટલે કે લોકડાઉન નું પાલન કરશો, બની શકે ત્યાં સુધી ઘર ની બહાર નીકળવાનું ટાળશો અને આ સમય એટલે પરિવાર માં બધાને સાથે રહેવાનો સમય ભગવાન ની નજીક જવાનો સમય છે અને આ એક અનોખી તક આપણને મળી છે તો તેને ગુમાવશો નહી, આપ સહુ આનંદ થી રેહશો અને સમય પસાર કરશો પ્રભુ ને આ સાથે મારી હૃદયની પ્રાર્થના છે મારા આપ સહુને હૃદય ના વંદન ! જય યોગેશ્વર।...

#swadhyayparivar I #newjersey I #coronavirus

Loading comments...