Where does Lakshmi survive And what does Pandurang Shastri Athavale say about that?

3 years ago
16

Where does Lakshmi survive And what does Pandurang Shastri Athavale(pujya dadaji) say about that?

લક્ષ્મી ક્યાં ટકે ?
આજે અમુક વસ્તુ મળી,પણ મનમાં એવો ડર રાખો કે તે જશે તો? ખલાસ...
વસ્તુ જાય તો જવાદ્યો ,મારે તેને જરૂર નથી.આવી વૃત્તિ કેળવવી જોઈએ.માણસ માં આટલી હિમ્મત હોવી જોઇએ. આજે આપણી પાસે પૈસા આવ્યા, પણ આવતી કાલે નહિ હોય તો ? ન હોય તો કઈ નહીં આટલી તૈયારી હોવી જોઈએ. જે એવો અનાશક્ત હોય તે તેને ત્યાં જ લક્ષ્મી રહે, તમે લક્ષ્મી તરફ આશકની નજરે જોશો તો તમારે ઘરે લક્ષ્મી આવશે નહીં.

પુરાણોમાં તેના માટેનું સચોટ ઉદાહરણ છે.

દેવો અને દૈત્યો સાગરમંથન કરતા હતા,તેમાં લક્ષ્મી નીકળી હવે, આ સુંદર લક્ષ્મી કોને વરશે.એવા વિચારોમાં બધા તેને માટે આશક થઈ ને બેઠા હતા, સામે બેઠેલા બધાની નજરમાં આશકતા હતી, લક્ષ્મીજી હાથમાં વરમાળા લઈને આવ્યા હતા, પણ દેવો અને દૈત્યો બધાને છોડી દીધા, વિષ્ણુ ભગવાન ફક્કડ થઈને करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् બેઠા હતા તેમને લાગતું હતું કે લક્ષ્મી મારી પાસે આવશે તો મારા લીધે તેની શોભા વધશે, તેને આવવું હોયતો આવે અને જવું હોય તો જાય, હું તો સુખીજ છુ, પણ લક્ષ્મીજીએ દોડતા આવીને તેમના ગળામાં હાર પહેરાવીને તૃદુપ્ત થઈ ગયા તેથી લક્ષ્મીને આવીજ ટેવ છે
આજે લક્ષ્મી છે પણ આવતીકાલે નહીં હોય તો પણ હું જીવીશ પરંતુ જેની પાસે લક્ષ્મી આવે તે એવોજ વિચાર કરતા જીવે કે આજે છે અને આવતીકાલે નહીં હોય તો? તેથી તેવો વિત્ત ભોગવી શકતા નથી અને આનંદ મેળવી શકતા નથી, તમાંરી પાસે પૈસા હોય તો ફક્કડ થઈને કહોને કે હા મારી પાસે પૈસા છે પણ લોકોને એમ લાગે છે કે આમ કેમ બોલાય? આજે છે ને આવતી કાલે નહીં હોય તો? અરે પણ આવતી કાલે પૈસા નહીં હોય તો મારી પાસે પૈસા નથી એમ કહીશ એમાં ગયું શું? પણ આજના આ બધા ઢોંગી માણસો છે આ જગતમાં ભગવાન ઢોંગી ને સુખી કેવી રીતે રાખે? ભગવાને ચાર પૈસા આપ્યા હોય ઓ બોલો કે હું સુખી છુ भद्रं तद्विवम् यदन्ति देवा:॥ પણ લોકો એમજ કહે છે કે આજે મોંઘવારી ખુબજ વધી છે અમારું નભતું નથી.નભતું નથી-નભતું નથી... એમ કહી ને બધા જ શ્રીખંડ ખાય છે આ શું છે?જુના કાળમાં જે સગવડો જોવા પણ મળતી નહતી તે આજે કોઈપણ સફાઈ કામદાર ભોગવે છે (સામાન્ય માણસ) છતાં બંગલામાં રેહવાવાળથી લઈને ગામડાના કોઈ પણ માણસ સુંધી હરામ કોઈ સુખનો શ્વાસ છોડતો હોય તો ભગવાનની જન્મોત્રી જ એવી ખરાબ છે કે તેના છોકરા ઓએ તેને કોઈ દિવસ યશ આપ્યોજ નહીં.
''છગન-ભગવાન =શૂન્ય'' .એટલે કે કોઈપણ માણસમાંથી ભગવાન એટલે કે જીવ(આત્મા ) ને કાઢી નાખવામાં આવે એટલે તે શૂન્ય થઈ જાય એટલે કે મરી જાય ભગવાન મારી જોડે છે એમ બોલો તો ગમે તે પરિસ્થિતિ માં ચેતન્યમય જીવન થઈ જાય, જન્મ માં ચેતન્ય આવશે અને મરણમાં પણ ચેતન્ય આવશે નાનપણ માં ,જુવાની માં અને ગઢપણમાં પણ ચેતન્ય આવશે રિબાતા મરશો નહીં, આજે ખોટા ડરથી તામેં કોઈએ ડરાવી મુક્યા છે, તેથી લોકો કહે છે મરતી વખતે અમારી શું હાલત થશે? કઈ હાલત થવાની નથી, જે તમને જગત માં લાવ્યો છે તે જ તમને લઈ જશે તમે ચિંતા કરો નહીં 'મરીશ તો શું થશે? ભગવાન કોઈને રીબાવીને મારતો નથી, આ જે સમજે તે મૃત્યુંજય થાય અને આ જે ન સમજે તે વૈભવ ની ટોચ ઉપર બેસીને પણ રડે પછી એને ગમે તેટલું આપોને ! તમે મરણ નો ડર રાખીને બેઠા કે શ્રીખંડ ખાશો તો પણ શ્રીખંડ નો સ્વાદ આવશે નહીં.

#swadhyayparivar #bhavgeet

Follow Swadhyay Parivar :
Swadhyay Parivar Blog: https://familyofselfstudy.blogspot.com/
Facebook Page: https://www.facebook.com/studyoftheself/
Twitter: https://twitter.com/SwadhyayE
youtube:https://www.youtube.com/channel/UCGdKmZWmdFvNb4mUAtrTmkA?sub_confirmation=1
Instagram: https://www.instagram.com/swadhyay_studyoftheself
Pinterest:- https://in.pinterest.com/swadhyayonline/

Facebook Group: https://www.facebook.com/groups/2691089984278274/

Contact: familyofselfstudy@gmail.com

Loading comments...