રામવાવમાં ગૌચર દબાણ મામલે લડત ચલાવનાર દ્વારા હવે રાપરમાં અનશન આંદોલન શરૂ કરાયું રાપર તાલુકાના

11 months ago
80

રામવાવમાં ગૌચર દબાણ મામલે લડત ચલાવનાર દ્વારા હવે રાપરમાં અનશન આંદોલન શરૂ કરાયું

રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર દબાણ ખાલી કરાવવા માટે લડત ચલાવનાર શિવુભા દેસળસિંહ જાડેજા દ્વારા અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા સચોટ કામગીરી કરવામાં નહીં આવતા હવે રાપર તાલુકા પંચાયત કચેરી સામે આજથી આમરણાંત અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અનશનકાર દ્વારા ગામની ગૌચર જમીન પરના દબાણો દૂર થવા અંગે ગત વર્ષે આત્મવિલોપનનો નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જોકે સામાન્ય કામગીરી બાદ ગૌચર દબાણો યથાવત રહેતા અંતે અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે

અનશનકાર શિવુંભા દ્વારા આજે રાપર તાલુકા પંચાયત કચેરી બહાર આમરણાંત અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યુ તે પહેલાં તંત્રને કરાયેલી લેખિત રજુઆત મુજબ રામવાવ ગામની રેવન્યુ સર્વે નંબર 966/2, 967 અને 968 માં 600 ચોરસવાર જમીન ઉપર ખાનગી દબાણો દૂર કરવા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ 15 ઓગષ્ટના રાપર તાલુકા પંચાયત કચેરી બહાર આત્મવિલોપન કરવાનું પ્રયાસ પણ કર્યો હતો. જેના અનુસંધાને તંત્ર દ્વારા દબાણ દૂર કર કરવા ખાતરીપત્ર લખી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ દબાણ ગ્રસ્ત 600 ચો.વાર જમીનમાંથી માત્ર 100 ચોરસ વાર જમીન ઉપર જ દબાણ દૂર થયા કરાયા હતા જ્યારે બાકીના દબાણો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યા છે.બાકી રહેલા દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવાની તેમણે માંગ કરી હતી જોકે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય પ્રત્યુતર ના મળતા અંતે આજથી અનશન ઉપર ઊતરવા નો નિર્ણય લીધો હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.

patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર

Loading comments...