પ્રકાશિય ઊર્જાદ્વાર (Portal)સક્રિયકરણ: ~ Gujarati promotional video

1 year ago
13

આ આપણા જીવનકાળનું સૌથી શક્તિશાળી ગ્રહિય સક્રિયકરણ છે.

લગભગ 200 વર્ષ પછી, 23 માર્ચના રોજ જ્યારે પ્લુટો કુંભમાં પ્રવેશી રહ્યો છે ત્યારથી જ આ પ્રકાશ પોર્ટલની ઊર્જા અનુભવવાનું શરુ થઈ જશે અને 1 લી મે ના રોજ પ્લુટો વક્રી થશે ત્યારે ઉપરોક્ત ઊર્જા તેની તીવ્રતાના ઉચ્ચતમ સ્તરે હશે. ત્યારબાદ 11મી જૂન સુધી ધીમે ધીમે તબક્કાવાર ફરી કુંભમાં પ્રવેશ કરશે. તેથી આ પ્રકાશ પોર્ટલનું સક્રિયકરણ સતયુગ તરફ દોરી જતી ઉર્જાઓને એક વધુ ઉચ્ચ સ્તરે લઈ જશે.

ઉપરાંત આ સક્રિયકરણની એ જ ક્ષણે, પ્લુટો એલ્કીઓન (pleidis તારામંડળમાં આવેલ આપણો સ્થાનિક કેન્દ્રિય તારો) સાથે 0°,18" મિથુનમાં તેમજ M-87 આકાશગંગા (Virgo જુમખામાં આવેલ એક મુખ્ય આકાશગંગા અને universe ના આ વિસ્તારમાં કોસ્મિક ઈશ્વરીય ઊર્જાનો મુખ્ય સ્ત્રોત) સાથે 1°,14" તુલામાં, એક ત્રિકોણીય સંયોગ રચે છે. આ વિશાળ ત્રિકોણીય યુતિ અત્યંત શક્તિશાળી કોસ્મિક ઈશ્વરીય ઊર્જાને પૃથ્વી પર પ્રતાડિત કરશે. આ એક મહત્વની પ્રતિક્રિયા હશે જેથી ગેલેક્ટીક સેન્ટરની ઊર્જા મુક્તપણે આપણા ગ્રહ પર વહેવાનું શરૂ કરશે. Virgo ઝૂમખાંમાં આવેલ M-87 આકાશગંગા માંથી ઉદભવનાર કોસ્મિક ઈશ્વરીય ઊર્જા, M-87 માંથી AION પોર્ટલ સક્રિયકરણ વખતે પૃથ્વી પર આપાત થયેલ ઊર્જા કરતા અનેકગણી શક્તિશાળી હશે.

તે એક્વેરિયસ યુગ અંતિમ સક્રિયકરણ દરમિયાન પ્રાપ્ત થયેલ ઊર્જા કરતાં પણ ઘણી વધુ શક્તિશાળી હશે.

આ વિશાળ યુતિ 23 માર્ચથી 11 જૂન સુધી, પ્લુટો ના કુંભમાં પરિભ્રમણ કાળ સુધી સક્રિય રહેશે.
કુંભ રાશિમાં પ્લુટો, હકારાત્મક પરગ્રહ વાસીઓના માનવજાત સાથે પ્રથમ સંપર્કના કેન્દ્રિત પ્રયાસને દર્શાવે છે, જેમાં Pleiadians ની મહત્વપૂર્ણ ભૂમિકા હશે.

ઉપરોક્ત મેડિટેશન ભારતીય સમય મુજબ 1 લી મે, 2023 ના રોજ રાતે 10:36 કલાકે શરૂ થશે.
આ ચોક્કસ સમય લોસ એન્જલસ માટે 1 લી મે ના રોજ સવારે 10:06 AM [PST] વાગ્યે હશે. આ ડેન્વરમાં સવારે 11:06 [MST], શિકાગોમાં બપોરે 12:06 [CST], ન્યુ યોર્કમાં બપોરે 01:06 કલાકે[ EST], લંડનમાં સાંજે 06:06 કલાકે [GMT], પેરિસમાં સાંજે 07:06 [CET], કૈરોમાં સાંજે 08:06 કલાકે [EET] બરાબર છે , તાઈપેઈ અને બેઇજિંગમાં બુધવાર 2જી મે ના રોજ સવારે 01:06 વાગ્યે [CST] , ટોક્યોમાં સવારે 02:06 વાગ્યે [JST] અને સિડનીમાં 03:06 વાગ્યે [AEST].

મેડીટેશન માટે સૂચનો: (મેડિટેશન માટે સૂચિત સમયગાળો 20 મિનિટ)

1. સૌ પ્રથમ ધ્યાનની સ્થિતિમાં બેસી મનની શાંત સ્થિતિ પ્રાપ્ત કરો.

2. હવે આ મેડિટેશન કરવાનો હેતુ સ્પષ્ટ કરો: હું આ મેડિટેશન પ્રકાશિય ઊર્જાદ્વાર (Light Portal)ખોલવાના હેતુથી કરું છું.

3. હવે આ મેડિટેશન દરમ્યાન અને મેડિટેશન પછી તમારી ફરતે સુરક્ષાચક્ર રચવા જાંબલી પ્રકાશિય જ્વાળાને તેના મૂળ ઉદભવ સ્થાનમાંથી આહવાન કરો. આ પ્રકાશિય જ્વાળાને જે કંઈ પણ પ્રાણ ઊર્જાથી વિપરીત છે તે તમામને સત્વમાં રૂપાંતર કરવા કહો.

4. કલ્પના કરો કે આપણા બ્રહ્માંડના કેન્દ્રમાંથી તેજસ્વી સફેદ પ્રકાશ ઉત્પન્ન થઈ રહ્યો છે અને બ્રહ્માંડમાં સ્થિત દરેક આકાશગંગાઓના કેન્દ્રમાં વિતરિત થઇ રહ્યો છે. ઉપરાંત M87 આકાશગંગા માંથી પણ પસાર થઇ રહ્યો છે. હવે કલ્પના કરો કે આ તેજસ્વી સફેદ પ્રકાશ આપણી આકાશગંગાના કેન્દ્રને સક્રિય કરી રહ્યો છે અને સંપૂર્ણ આકાશગંગામાં વિતરિત થઇ રહ્યો છે.
ત્યારબાદ આપણાં સૂયૅમંડળ અને તેમાં આવેલ દરેક દૈવીક જીવોમાંથી પસાર થઈ પૃથ્વી ઉપરની રહેલ દરેક વ્યક્તિમાંથી પસાર થઈ આ પ્રકાશ તમારા શરીર દ્વારા પૃથ્વીના કેન્દ્રમાં જઈ રહ્યો છે.

5. કલ્પના કરો કે આ તેજસ્વી સફેદ પ્રકાશ વતૅમાન વૈશ્વિક નકારાત્મકતાને પરિવર્તિત કરી રહ્યો છે, અસમાનતા દૂર કરી રહ્યો છે, તમામ યુદ્ધોનો અંત લાવી રહ્યો છે,ગરીબી દુર કરી રહ્યો છે અને સમગ્ર માનવજાત માટે સમૃદ્ધિ લાવી રહ્યો છે.
કલ્પના કરો કે માનવજાત અત્યંત વિશાળ આધ્યાત્મિક જાગૃતિ અનુભવી રહી છે અને હકારાત્મક પરગ્રહવાસીઓ સાથે સંપર્ક સાધી રહી છે.
કલ્પના કરો કે એક્વેરિયસ યુગ તરીકે ઓળખાતા નવા બ્રહ્માંડીય ચક્રની શરૂઆત થઇ ચૂકી છે અને પૃથ્વીની દરેક વ્યક્તિને શુદ્ધ ઉજૉ, પ્રેમ અને ખુશી પ્રાપ્ત થઇ રહી છે.

પોર્ટલ ઓફ લાઈટ update માટે જુઓ:

http://2012portal.blogspot.com

Music: "I am Iron", "Irish Sunset" Royalty free music from https://www.FesliyanStudios.com

Loading comments...